વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ઓળ ગામની સીમમાં દરોડો પાડી આરોપી વિરજીભાઈ ઉર્ફે ભુરો શંભુભાઈ અબાસણીયા ઉ.42 રહે.નવાપરા, ઓળ વાળાના કબજા ભોગવટા વાળી વાડીના શેઢેથી વિદેશી દારૂના 180 મીલીના 12 ચપલા કિંમત રૂપિયા 1200 તેમજ બિયર ટીન 30 કિંમત રૂપિયા 3750 સાથે ઝડપી લઈ કુલ રૂપિયા 4950નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.