હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ એક ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ અને સાથે આધ્યાત્મિક માણસ છે, વિઝનરી લીડર તરીકે તેઓ લોક કલ્યાણ માટે રાજનીતિમાં આવ્યા અને હળવદ ધારાસભ્યની ચૂંટણી જીતી અને આ વિસ્તારમાં વર્ષો જૂના પડતર પ્રશ્નોને સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આ અઢી વર્ષમાં અનેક પ્રશ્નોનું નિરાકરણ કરી કરોડો રૂપિયાની ફાળવણી કરાવી અને વિકાસના કાર્યોને વેગ આપ્યો છે.
જેમાં વાત કરીએ તો જામસર ચોકડી થી શિવપુર માથક કડિયાણાનો 75 કરોડના ખર્ચે રોડ મંજૂર અને હવે લોકાર્પણના સ્ટેજે, ટીકર કુડા 72 કરોડના ખર્ચે મંજૂર કરાવ્યો, તો ટીકર (20 કરોડ) દિઘડીયા (28 કરોડ) પાસે નીકળતી નદી પર આવેલ ક્રોઝ વે પર બ્રિજ બનાવવાની માંગ આઝાદી પછીના વર્ષોથી હતી કારણ કે બ્રિજ ન હોવાથી વધુ વરસાદ પડે ત્યારે રોડ પર અવર જવર બંધ થઈ જાય જેથી દર્દીઓ વિધાર્થીઓ અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તેવા સમયે પ્રકાશભાઈ એ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા બને જગ્યા એ બ્રિજની સરકારમાંથી મંજૂર કરાવ્યા છે. જ્યારે મયુરનગર ગામ નજીક આવેલ બ્રાહ્મણી નદીની બ્રિજ જે છેલ્લા દસેક વર્ષથી ધરાશયી થયો હોય ત્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મુશ્કેલીનો સામનો છેલ્લા દસ વર્ષથી કરતા હોય જે બ્રિજ પણ સરકારમાં રજૂઆત કરી મંજૂર કરાવ્યા, સાથે 8 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ કોમલેક્સ તૈયાર થઈ રહ્યું છે. હળવદ શહેરના મુખ્ય ગૌરવ પથ છેલ્લા 7 વર્ષથી બિસ્માર હતો જે અત્યારે સીસી રોડ બની રહ્યો છે.
હળવદના રાણેકપર રોડ છેલ્લા પાંચ વર્ષથી બિસ્માર હતો તે પણ કરોડો રૂપિયાના ખર્ચે તે રોડનું કાર્ય શરૂ થઈ ગયું છે, આ સાથે હળવદમાં સદભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી 2000 વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે સાથે હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના અંતરિયાળ રોડ રસ્તા પણ પહોળા કરી નવા બની રહ્યા છે બાકી છે તે રોડ રસ્તાના કામો સરકારમાં રજૂઆત કરી મંજૂર કરવા માટે કાર્યવાહી પ્રગતિ હેઠળ છે. હળવદ તાલુકાના 11 ગામો જે નર્મદાના નીરથી વંચિત હતા. આ ગામોને સિંચાઈ અને પીવાના પાણી માટેનું કામ શરૂ થઈ ગયું છે અને સૌરાષ્ટ્રનું આગવું માર્કેટિંગ યાર્ડને વધુ વિસ્તારવા સરકારમાંથી જમીન પણ મંજૂર કરાવી તેનો વધુ વિકાસ થાય તે માટે પ્રયત્નો ચાલુ છે સાથે હળવદની સૌથી મોટી સમસ્યા વેગડવાવ ફાટક પર બ્રિજ બનાવવાનું ટેન્ડર પણ થોડા દિવસોમાં જાહેર થશે અને હળવદ સરા ચોકડી ખાતે એસ.ટી બસ માટે પિક-અપ સ્ટેન્ડ બને હળવદ શહેરમાં લાયબ્રેરી અને અદ્યતન ફાયર સ્ટેશન બને તે માટે જરૂરી કાર્ય હાથ ધર્યું છે.
આમ વર્ષો જૂના પડતર પ્રશ્નોને વાચા આપી અને અનેકવિધ વિકાસ કર્યો પ્રકાશ વરમોરાએ પોતાની આગવી સૂઝબૂઝ અને અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સંકલનમાં રહી ને રાજ્ય સરકારમાંથી મંજૂર કરાવી આ વિસ્તારના લોકોની સાચી સેવા કરી સાચા લોકસેવક સાબિત થયા છે આગામી સમયમાં હળવદ સરકારી હોસ્પિટલ, હળવદ નગરપાલિકાનું નવું બિલ્ડિંગ, અને હળવદની આન બાન અને શાન એવા સમાંતસર તળાવને ટૂરિસ્ટ પોઇન્ટ તરીકે વિકસાવવા માટેની રજૂઆત સરકારમાં મંજૂર કરવાના અંતિમ તબક્કામાં ચાલી રહી છે હળવદનો વિકાસ નકશો હાલ ગાંધીનગર અંતિમ તબક્કામાં છે હળવદ નગરપાલિકા માંથી આગામી 2047 પહેલા મહાનગરપાલિકા બનેએ પ્રમાણે નું દૂરંદેશી કામ ચાલુ છે આ સાથે પ્રકાશભાઈ પોતે કોઈ વ્યસન નથી ધરાવતા અને કોઈ પણ અસમાજિક તત્વોને પ્રોત્સાહન નથી આપતા જેથી વિસ્તાર નો ક્રાઈમ રેટ પણ ઘટી રહ્યો છે આમ ઉદ્યોગપતિ અને આધ્યાત્મિક માણસ જો રાજનીતિમાં આવે તો અનેક લોકોનું ભલું કરી શકે છે તે પ્રકાશ વરમોરા એ કરી બતાવ્યું છે.


