Monday, July 21, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiશિક્ષણ ક્ષેત્રે સુધારો કરવાની લડત ચલાવવા પાટીદાર આંદોલન સમિતિની પાસ-2ની ટિમ જાહેર

શિક્ષણ ક્ષેત્રે સુધારો કરવાની લડત ચલાવવા પાટીદાર આંદોલન સમિતિની પાસ-2ની ટિમ જાહેર

પ્લેહાઉસથી લઈ પીએચડી સુધીનું સરકારી શિક્ષણનું સમગ્ર માળખું ખાનગી જેવું સુવિધા જનક બનાવવાની માંગ : તમામ જિલ્લામાં આવેદન અપાશે, જરૂર પડ્યે રેલી પણ યોજવાનું એલાન

મોરબી : સમગ્ર રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવા પાટીદાર આંદોલન સમિતિ પાર્ટ – 2ની લજાઈ-વાંકાનેર રોડ ઉપર જડેશ્વર પાછળ આવેલા આદેશ આશ્રમમાં ગઈકાલે રવિવારના રોજ બેઠક યોજવામાં આવી હતી. જેમાં સલાહકાર સમિતિ અને ગુજરાત પાસ-2 ટિમ જાહેર કરવામાં આવી છે.

આ મામલે આગેવાનોએ જણાવ્યુ છે કે પાટીદાર આંદોલન સમિતિ પાર્ટ-2 સરકાર પાસે નવી સરકારી શિક્ષણની માંગણી ઓ લઈને આવી રહ્યું છે. જેમાં ગુજરાત પાસ-2 ટીમ પ્લેહાઉસથી પી.એચ.ડી. સુધી (ફ્રી)માળખાકીય અને ટેક્નોલોજીકલ સુવિધાની માંગણી કરાશે. સરકારી શાળાઓમાં સુવિધા નથી, પૂરતા શિક્ષક નથી. તેથી જ લોકો પોતાના સંતાનોને ખાનગી સ્કૂલોમાં મૂકે છે. પછી સરકાર એવું કહીને સરકારી શાળાઓ બંધ કરી દયે છે કે પૂરતી સંખ્યા નથી. નવા સ્ટ્રક્ચર બને, સારું મધ્યાન ભોજન, સારું શિક્ષણ મળે, શિક્ષકો વધુ મુકે તેવી માંગ છે. પ્રથમ તમામ જિલ્લાઓમાં આવેદનો આપીશું. જરૂર પડયે રેલીના પણ આયોજનો કરવામાં આવશે.

આ બેઠકમાં સલાહકાર સમિતિ જાહેર કરવામાં આવી હતી. જેમાં ધીરૂભાઇ વિરાણી, નરેન્દ્રભાઈ પટેલ (મહેસાણા), લાલભાઈ પટેલ ( ચાણસમાં), જયંતીભાઈ પટેલ (તેનપૂર), અરવિંદભાઈ પટેલ (આણંદ), મનોજભાઈ પનારા(મોરબી)ના નામ સમાવામાં આવ્યું છે. જ્યારે ગુજરાત પાસ-2 ટિમમાં ભાવિનભાઈ (અમદાવાદ), મયુરભાઈ( સુરત), દર્પણભાઈ (ભાવનગર), સતિષભાઈ (મહેસાણા), રાહુલભાઈ (અમદાવાદ), ઉત્પલભાઈ (ગાંધીનગર), મહિપતભાઈ (બોટાદ), પાર્થભાઇ (જામનગર), તુલસી, (જામજોધપુર), અનિલભાઈ (પ્રાંતિજ), નિલેશભાઈ (મોરબી), અરવિંદભાઈ ( ઊંઝા), સંજયભાઈ (ભુજ)નું નામ જાહેર કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments