વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક રાતાવીરડા ગામ તરફ જવાના રસ્તે આરજે – 52 – જીબી – 0147 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે અંદાજે 30થી 35 વર્ષનો અજાણ્યો યુવાન પગપાળા ચાલીને જતો હતો ત્યારે ગત તા.12ના રોજ પાછળથી હડફેટે લઈ પછાડી દઈ પેડુના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા આ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ યુવાનના વાલી વારસો અંગે શોધખોળ કરવા છતાં કોઈ મળી ન આવતા હાલમાં રાતાવીરડા ગામના સવસીભાઈ જાદવભાઈ કૂણપરાએ અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રેઇલર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.