Friday, July 25, 2025
No menu items!
Google search engine
HomeNewsMaliya Miyanaમાળીયાના ખીરઇ અને ભાવપરમા જુગાર રમતા 12 ઝડપાયા

માળીયાના ખીરઇ અને ભાવપરમા જુગાર રમતા 12 ઝડપાયા

મોરબી : માળીયા મિયાણા તાલુકાના ખીરઇ અને ભાવપર ગામે સ્થાનિક પોલીસે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે બે અલગ અલગ દરોડા પાડતા 12 જુગારીઓ પકડાઈ ગયા હતા જ્યારે બે આરોપીઓ નાસી છૂટ્યા હતા.પોલીસે બન્ને દરોડામાં રોકડ તેમજ મોટર સાયકલ સહિત એક લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામા માળીયા મિયાણા તાલુકાના ખીરઇ ગામે ગોસિયા મસ્જિદ પાસે જાહેરમાં જુગાર રમી રહેલ આરોપી અકબરભાઇ હબીબભાઇ સામતાણી, અસ્લમભાઇ રાસંગભાઇ સામતાણી, હાજીભાઇ દાઉદભાઇ ભટ્ટી, હસનભાઇ ઉમરભાઇ સંધવાણી, રમજાનભાઇ ઇશાભાઇ જેડા, મુસ્તાકભાઇ કરીમભાઇ મોવર, રહિમભાઇ હરભમભાઇ મોવર અને સીંકદરભાઇ ગુલામભાઇ સામતાણીને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 19,000 કબ્જે કરવામાં આવ્યા હતા.

જ્યારે બીજા દરોડામાં માળીયા મિયાણાના ભાવપર ગામના તળાવ કાંઠે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી દિનેશભાઇ હરીભાઇ બરબચીયા, શૈલેષભાઇ મનહરભાઇ ફુલતરીયા, જયદિપસિંહ રણજીતસીંહ જાડેજા અને મુકેશભાઇ કચરાભાઇ ફુલતરીયાને પોલીસે જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 8420 તેમજ 80 હજારની કિંમતના ચાર મોટર સાયકલ સાથે ઝડપી લીધા હતા. દરોડા દરમીયા આરોપી કાંતીભાઇ ધરમશીભાઇ સરડવા રહેમ મોટાભેલા અને અલ્પેશભાઇ ઉર્ફે બુગી કેશુભાઇ કલોલા રહે. મોટાભેલા નામના બે શખ્સો નાસી જતા પોલીસે બન્નેને ફરાર જાહેર કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments