Saturday, August 9, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના શક્ત શનાળાના અનંત અઘારા નામના બાળક દ્વારા ચિત્રોનું અદભુત સર્જન

મોરબીના શક્ત શનાળાના અનંત અઘારા નામના બાળક દ્વારા ચિત્રોનું અદભુત સર્જન

દેશનેતાઓ,ક્રાંતિકારીઓ વ્યક્તિઓના આબેહૂબ ચિત્ર દોરતો શક્ત શનાળાનો બાળ ચિત્રકાર

મોરબી : (સૌજન્ય-દિનેશ વડસોલા) દરેક બાળક એ ઈશ્વરનું અદ્દભુત સર્જન છે,દરેક બાળકમાં ઈશ્વરે કંઈકને કંઈક ખાસિયતો, કંઈકને કંઈક શક્તિ કલા,કૌશલ્ય આપેલા જ હોય છે પણ દરેક બાળકે, બાળકના માતા પિતાએ એ કલા,કૌશલ્ય, ખાસિયતોને વિકસાવવા માટે જહેમત ઉઠાવી પડે,કલાને નિખારવા સાધના કરવી પડે, આવી જ શક્તિ શક્ત શનાળા ગામના નિવાસી સુખદેવભાઈ અઘારાના પુત્ર રત્ન અનંત કે જેમને ધોરણ આઠ સુધીનો અભ્યાસ રાજપર તાલુકા શાળામાં પૂર્ણ કરી હાલમાં નવયુગ શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતા અનંત અઘારા મા છે. આ બાળ ચિત્રકાર છત્રપતિ શિવાજી મહારાજ,રાણા પ્રતાપ શહીદ વીર ભગતસિંહ, મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ,પ્રમુખ સ્વામી, દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ નરેન્દ્રભાઈ મોદી,વગેરે ઐતિહાસિક વ્યક્તિઓ તેમજ પરિવારના સભ્યો, અને અનંત ને ગમતા વ્યક્તિ વિશેષના આબેહૂબ ચિત્રો દોરે છે. આ બાળ કલાકારની કલાને વિકસાવવા એમના પિતા સુખદેવભાઈ અઘારા તેમજ ઘરના સભ્યો અનંતને જરૂરી તમામ સુવિધા તેમજ પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે, અનંતની આ અદ્દભુત, અલૌકીક કલા કૌશલ્યને નિહાળી ચોતરફથી અભિનંદન અને ધન્યવાદ મળી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments