Sunday, July 27, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiચોમાસામાં સ્વસ્થ રહેવાના સોનેરી સૂચનો જણાવતા મોરબીના ડો. મનીષ સનારિયા

ચોમાસામાં સ્વસ્થ રહેવાના સોનેરી સૂચનો જણાવતા મોરબીના ડો. મનીષ સનારિયા

મોરબી: હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ચોમાસાની ઋતુમાં લોકો વધુ માંદગીનો શિકાર બનતા હોય છે. ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો પણ ફાટી નીકળતો હોય છે ત્યારે ચોમાસાની ઋતુમાં કેવી રીતે સ્વસ્થ રહી શકાય તે અંગેની સચોટ જાણકારી મોરબીની સ્પર્શ હોસ્પિટલના ડો. મનીષ સનારિયા (Neonatologist & Pediatrician) નવજાત શિશુ તથા બાળરોગના નિષ્ણાંતે આપી છે. ચોમાસામાં સ્વસ્થ રહેવાનાં સોનેરી સૂચનો ડો. મનીષ સનારિયાના જણાવ્યા પ્રમાણે, વર્ષની ત્રણે ઋતુઓમાં ચોમાસામાં વધારે રોગચાળો જોવા મળે છે, કારણ કે આ ઋતુમાં વરસાદને કારણે વાતાવરણમાં ખૂબ ભેજ હોય છે. જેમાં વાયરસ, બેક્ટેરિયા, ફંગસ જેવા સૂક્ષ્મ જીવો મોટા પ્રમાણમાં વૃધ્ધિ પામતા હોય છે.

આ સુક્ષ્મ જીવાણુઓ શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશે છે. સૌ પ્રથમ તો નાક, ગળું, કાકડા વગેરેમાં પ્રવેશે છે અને ત્યાં વૃધ્ધિ પામે છે. જેથી શરદી, ઉધરસ વગેરે થાય છે, કાકડામાં સોજો આવે છે અને ઈન્ફેકશન લાગે છે. આ સુક્ષ્મ જીવાણુઓ જો ફેફસા સુધી પહોંચી જાય તો ન્યુમોનિયા અથવા ભારે કફ, ભરણી જેવા રોગો થાય છે. ખાસ કરીને અસ્થામા, શ્વાસ, ભરણી અને એલર્જીના દર્દીઓ આ ઋતુમાં વધારે જોવા મળે છે. વાતાવરણમાં રહેલ ધૂળ, ધુમાડો, રજકણ ખાસ કરીને પ્રદૂષણ આ રોગોમાં વૃધ્ધિ કરે છે. ચોમાસામાં સ્વચ્છતાનો સૌથી મોટો પ્રશ્ન હોય છે. ખાસ કરીને ગામડામાં ઉકરડા અને કચરાના ઢગલા પર વરસાદનું પાણી પડે ત્યારે ગંદકી થાય છે. જેના પર માખી, મચ્છર વગેરે બેસે છે. પછી આ જંતુઓ પાણી અને ખોરાક પર બેસીને તેને રોગીષ્ટ બનાવે છે. એટલે ચોમાસામાં સ્વસ્થ રહેવું હોય તો તેની પ્રથમ અને મોટી શરત છે, સ્વચ્છતા હશે સ્વસ્થતા જળવાશે.

ચોમાસામાં થતા રોગો અને તેનાં લક્ષણો

ન્યુમોનિયા, ભરણી, સ્વસ્થમાઃ શરદી, ઉધરસ, ઠંડી લાગવી, શ્વાસ લેવામાં તકલીફ પડવી, કણસવું વગેરે.

મરડો-ઝાડાઃ પેટમાં દુઃખાવો, ઊબકા, ઊલટી, ચીકાશવાળો મળ થવો, સંડાસમાંથી લોહી પડવું.

મલેરિયા, ડેન્ગ્યુ: માથાનો દુખાવો, ઊલટી, ઊબકા, ટાઢિયો તાવ, કળતર, શરીરમાં દુખાવો, આંખો દુખવી, ચામડી પર લાલ ચાંભા પડવા વગેરે.

કમળો: પેશાબ પીળો, ઊલટી, ઊબકા, ભૂખ ન લાગવી (અરુચિ), પેટમાં દુખાવો, તાવ વગેરે.

ટાઈફોઈડઃ સતત તાવ, પેટમાં દુખાવો, ઊલટી, અરુચિ, મોં કડવું થઈ જવું. દાદરઃ ચામડી પર લાલ રંગના ચકરડા થવા, ઉપર ફોતરી પડવી, ખંજવાળ-બળતરા થવી.

કૃમિઃ મળ માર્ગમાં ખંજવાળ, ઝાડામાં જીવાત દેખાવી, લોહીના ટકા ઓછા થઈ જવા, મોઢા પર આછા સફેદ ડાઘ થવા.

ગૂમડા (ફટકિયા): ચામડી પર રસીવાળી ફોકડી થવી, પાણી ભરેલી ફોડકી થવી.

● રોગમુક્ત થવાના ઉપાયો

અંગ્રેજીમાં એક કહેવત છે કે “પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર” જેનો સીધો સાદો અર્થ થાય છે, ઇલાજ કરતાં સાવચેતી સારી. ચેતતા નર સદા સુખી આ કહેવત રોગ માટે પણ લાગુ પડે છે.

(૧) ચોમાસાની ઋતુમાં ખાણી-પીણી, વ્યકિતગત ચોખ્ખાઈ અને પાણીની શુદ્ધતા પર ધ્યાન રાખવામાં આવે તો ઘણા રોગોથી બચી શકાય છે, સૌ પ્રથમ તો ઘરમાં પૂરતા પ્રમાણમાં હવા-ઉજાસ આવે તેની કાળજી રાખવી જોઈએ. સવારે ઉઠીને ગરમ પાણીના કોગળા કરવા, હળદરવાળું દૂધ અથવા તો ગરમ પ્રવાહી લેવું, ગરમ નાસ લેવો, પાણીને શુધ્ધ અને સફેદ રંગના ઘર કપડા વડે ગાળવું. આ કાપડનો ઉપયોગ અન્ય કામો માટે ન થતો જોઇએ. શક્ય હોય ત્યાં સુધી ઉકાળેલું જ પાણી પીવું.

(૨) મચ્છરથી થતા રોગોને અટકાવવા ઘરમાં પાણી ભરેલાં વાસણો, ટાંકી વગેરેને વ્યવસ્થિત ઢાંકવાં, બિનજરૂરી પાણી ક્યાંય જમા ન થવું જોઈએ. જંતુનાશક દવાનો ઉપયોગ કરવો. ગામડામાં ઘેર ઉકરડો કરવો નહિ. શક્ય હોય તો ઢોરને ઘેર ન બાંધતાં વાડામાં બાંધવાં. મચ્છરદાનીનો ઉપયોગ ક૨વો. આખી બાયના કપડા પહેરવા.

(૩) ખુલ્લામાં પડી રહી હોય તેવી બહારની વસ્તુઓ, વાસી ખોરાક, આથાવાળી રસોઈ વગેરે લેવું નહિ. બહારના ઠંડા પીણા, પેપ્સી વગેરે પીવા નહી. મોઢે માસ્ક કે રૂમાલ બાંધી રાખવા.

(૪) દર્દીના કપડાં, ટુવાલ, સાબુ વગેરે અલગ રાખવાથી ચામડીના રોગો ફેલાતા અટકાવી શકાય છે. વધુ માહિતી માટે પહેલા માળે, સ્પર્શ હોસ્પિટલ, સદગુરુ શોપિંગ સેન્ટરની અંદર, જૂની પૂજા હોસ્પિટલની પાછળ, શનાળા રોડ, મોરબી. ફોનઃ (૦૨૮૨૨) ૨૨૫૬૬પ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments