મોરબી ઝોન 2 એટલે સામાકાંઠા વિસ્તારમાં આવેલા વોકળા અને પાણીના નીકાલની ખુલ્લી ગટરની સફાઈ ખાલી ચોપડે બતાવી હોય તેવું લાગે છે તેવા આક્ષેપો સાથે આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા અને મોરબી જિલ્લા ઓબીસી વિંગના પ્રમુખ હિરેનભાઇએ કર્યા છે.
તેઓએ જણાવ્યું કે મોરબી મહારાણા પ્રતાપ સર્કલથી માળિયા ફાટક સુધીનું વરસાદી પાણી સર્કીટ હાઉસ સામે આવેલા વોકળા અને ખુલ્લી ગટરમાં જતું હોય છે પણ આ તંત્ર પ્રીમોન્સુન કામગીરીના નામે કરોડો રૂપિયા ઉડાડી દેતું હોય છે પણ આ વિસ્તારમાં આ વોકળા અને ખુલ્લી ગટરમાં આજ સુધી કોઈ સફાઈ કરવા આવી નથી. તો આ પ્રીમોન્સુન કામગીરીના રૂપીયાનો ભષ્ટ્રાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને વધુમાં જણાવ્યું હતું કે આ તંત્ર જો પ્રી મોન્સુન કામગીરી ઝડપી નહીં કરે તો વરસાદી પાણીના નિકાલ નહીં થાય તો અનેક લોકોનાં ઘરોમાં પાણી ઘુસી જવાની સંભાવના છે.


