મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા યુવાને માટી પુરાણ કરવાનું કામ રાખ્યું ન હોવા છતાં મોરબીના ત્રાજપરમા રહેતા બે શખ્સ અને અજાણ્યા ચાર શખ્સો કારમાં ધસી આવી ઘરના ઘુસી હોટલમાં માટી કેમ નાખશ કહી જાતિ પ્રત્યે અપમાનિત કરી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા નવઘણભાઈ વેલાભાઈ ભીલ ઉ.40 નામના યુવાને આરોપી પારસ કોળી અને બદરી ભાટિયા રહે.બન્ને ત્રાજપર મોરબી અને અન્ય ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે તમામ આરોપીઓ બે અલગ અલગ કારમાં તેમના ઘેર આવી ઘરમાં ઘુસી સાપર પાસે બની રહેલી હોટલના તું કેમ માટી નાખશ કહી કહ્યું હતું કે માટી નાખવાનું કામ અમે રાખ્યું છે.તું માટી નાખીશ તો તારા હાથ પગ ભાંગી નાખીશું તેમ ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.