પ્રિ-મોન્સુન અંતર્ગત વિવિધ નાળાની સફાઈ કરાઈ
મોરબી : મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં તારીખ 11 જૂનથી 16 જૂન દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશ કરતા તથા ગંદકી કરતા આસામીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશ કરતા 36 આસામીઓ પાસેથી 16,900 નો દંડ વસૂલ કરાયો હતો તથા ગંદકી કરતાં 23 આસામીઓ પાસેથી 2700 રૂપિયાનો દંડ વસૂલ કરાયો હતો. આ ઉપરાંત જાહેરમાં કચરો સળગાવતા છ આસામીઓ પાસેથી 3800 રૂપિયાનો દંડ તથા ખુલ્લામાં યુરિન કરતા ત્રણ આસામીઓ પાસેથી 300 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
16 જૂનના રોજ મોરબી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ઝોન 1ની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં કમિશનર દ્વારા ઝોન 1ના સફાઈ કર્મચારીની હાજરી, કચરા કલેક્શનની કામગીરી તથા GVP પોઇન્ટની સફાઈનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગંદકી કરતા બે આસામી પાસેથી 3000 રૂપિયાનો દંડ વસૂલ કરાયો હતો. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પ્રિ મોન્સુન અંતર્ગત આલાપ રોડ ખાતે હનુમાનજીના મંદિર પાસે, ભક્તિનગર સર્કલથી શનાળા રોડ તથા કે.બી. શેઠના નાળાની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.


