વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે રહેતા અને દુકાન ધરાવતા એજાજ એહમદભાઈ માથકિયાની દુકાનમાં ગત તા.20 માર્ચના રોજ કોઈ અજાણ્યા શખ્સો લાકડાનો દુકાનનો દરવાજો તોડી ટેબલના ખાનામાંથી રોકડા રૂપિયા 10 હજારની ચોરી કરી જતા ચોરીની આ ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે વાંકાનેરમાં ત્રણ મહિલા પહેલા જે દુકાનમાંથી 10 હજારની ચોરી થઈ હતી તેની ફરિયાદ હવે છેક નોંધાતા આરોપી હાથવેંતમાં હોવાની શક્યતા છે.