વાંકાનેર તાલુકાના કાળચક્ર ફરી વળ્યું હોય તેવી સ્થિતિમાં છેલ્લા 24 કલાકમાં અપમૃત્યુના ત્રણ બનાવ સામે આવ્યા છે જેમા પાડધરા નજીક ટ્રકમાં તાલપત્રી બાંધવા જતા ટ્રક ચાલકનું, ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતાં યુવાનનું તેમજ છાતીમાં દુઃખાવો ઉપડતા મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું.
પ્રથમ બનાવમાં વાંકાનેરના પાડધરા નજીક રોડ ઉપર આવેલ ગાત્રાળ હોટલના ગ્રાઉન્ડમાં ટ્રકની કેબિન ઉપર ચડી તાલપત્રી બાંધી રહેલા મૂળ પોરબંદરના કુતિયાણા અને હાલમાં સુત્રાપાડાના મોરડીયા ગામે રહેતા નેભાભાઈ હાજાભાઈ ઓડેદરા ઉ.40ને ઉપરથી પસાર થતી 66 કેવી વીજ લાઈનનાથી શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.
જ્યારે બીજા બનાવમાં વાંકાનેર શહેરમાં રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ સ્વપ્નલોક સોસાયટીમાં રહેતા હાર્દિકભાઈ રાજુભાઇ રાતડીયા પોતાના ઘેર ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતાં વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ત્રીજા બનાવમાં વાંકાનેરના જાલીડા ગામની સીમમાં આવેલ એબ્જાકેર કારખાનમાં કામ કરતા મૂળ ઝારખંડ રાજ્યના વતની અનિતાદેવી પપ્પુસિંહ ઘટવાર ઉ.32 નામની મહિલાને ગતરાત્રીના છાતીમાં દુઃખાવો ઉપડતા સારવારમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.