ડેમનું રીપેરીંગ કામ પૂર્ણ થયું ન હોવાથી તમામ દરવાજા ખુલ્લા હોવાથી જેટલી આવક થાય એટલા જ પાણીની નદીમાં જાવક
મોરબી : મોરબીમાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે. હાલ ડેમનું રીપેરીંગ કામ પૂરું ન થયું હોવાથી તમામ દરવાજા ખુલ્લા છે. જેને કારણે જેટલા પાણીની આવક થઈ રહી છે એ પાણી નદીમાં જઈ રહ્યું છે. જેથી નદીમાં પાણી વધ્યું છે.
મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવિરત મેઘમહેર યથાવત છે. આ સાથે ઉપરવાસમાં પણ સારો વરસાદ છે. જેના કારણે મચ્છુ-2 ડેમમાં નવા નિરની આવક થઈ રહી છે. હાલ ડેમના તમામ દરવાજા ખુલ્લા હોવાથી ક્રેસ્ટ લેવલ (દરવાજાની નીચેનો ભાગ)થી ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. આ બધું પાણી નદીમાં જઈ રહ્યું હોવાથી મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે.


