Thursday, August 7, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiગુજરાત ગેસ કંપની દ્વારા માધાપરવાડી કન્યા શાળામાં વૃક્ષારોપણ

ગુજરાત ગેસ કંપની દ્વારા માધાપરવાડી કન્યા શાળામાં વૃક્ષારોપણ

મોરબી : મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુજરાત ગેસ કંપની દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શાળામાં વૃક્ષારોપણ કરી વૃક્ષોનું કાળજી પૂર્વક જતન કરવાની નેમ વ્યક્ત કરી હતી.

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા દરરોજ કંઈક ને કંઈક વિદ્યાર્થીલક્ષી,સમાજલક્ષી પ્રવૃત્તિઓ કરવા માટે જાણીતી છે, ત્યારે અત્યારે દિવસે દિવસે ઔદ્યોગિકરણ અને આધુનિકીકરણ કારણે વૃક્ષોનું છેદન દિન પ્રતિદિન વધતું જાય છે, સોસાયટીમાં ઘરની સામે ઉભેલા ઘટાદાર વૃક્ષોમાંથી પાનખરમાં ઝાડમાંથી પાંદડા ખરતા હોય કહેવાતા ભણેલા ગણેલા લોકોને ઝાડ ગમતા ન હોય આડેધડ ઝાડ કાપી નાખે છે, કારખાના,મકાનો,રોડ રસ્તા બનાવવામાં વૃક્ષોનું ભયંકર રીતે છેદન થાય છે, સિમેન્ટ કોન્ક્રીટનાં જંગલો બની ગયા છે ત્યારે પર્યાવરણ જાળવણી માટે અત્રેની પીએમશ્રી માધાપરવાડી ખાતે ગુજરાત ગેસ કંપનીના મોરબી સર્કલ હેડ ડો. કમલેશ કંટારીયા,નરેન્દ્ર બારહટ, ગૌરાંગ વોરા,ધવલ વ્યાસ,દીપ ધ્રાફાણી વગેરેની પ્રેરક ઉપસ્થિતમાં કરંજ,સવન,પીપળો,વાંસ,ચંપો આસોપાલવ વગેરે જેવા પંદર વૃક્ષો વાવવામાં આવ્યા હતા, વૃક્ષા રોપણ કરવામાં શિક્ષકો અશ્વિનભાઈ ક્લોલા, અરવિંદભાઈ કૈલા તેમજ બાળકોના વાલી મનસુખભાઈ પ્રભુભાઈ વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી,સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments