સામાજિક કાર્યકર્તા દ્વારા મોરબી મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત
મોરબી : મોરબીમાં સમાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસે બસ સ્ટોપ આગળથી વરસાદના પાણીનો નિકાલ કરવા અંગે સામાજિક કાર્યકર્તા મહાદેવભાઈ ગોહિલ દ્વારા મોરબી કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, મોરબી-2 સમાકાંઠા વિસ્તાર મહારાણા પ્રતાપ સર્કલ પાસે બસસ્ટોપ છે. જ્યાં વરસાદી પાણીનું તળાવ ભરાયેલ છે. જેના કારણે નાગરિકોને મુશ્કેલી પડી રહી છે. તેમજ ત્યાંથી આગળ ડો. આશિષના દવાખાના પાસે જે બ્રિજના કામદારોએ પતરા ઉભા કરેલા છે ત્યાં ટ્રાફિક સર્જાય છે. જેના કારણે ત્યાં નાનામોટા અકસ્માતો સર્જાય છે. તો આ પતરા હટાવવા તેમજ બસસ્ટોપ પાસે ભરાતા પાણીનો નિકાલ કરવા માંગ કરવામાં આવી છે.
