Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાના નવા રૂમનું બાંધકામ અને જૂના રૂમોનું રીનોવેશન...

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાના નવા રૂમનું બાંધકામ અને જૂના રૂમોનું રીનોવેશન કરનાર શ્રમયોગીઓનું સન્માન

કન્યા શાળામાં ચાર રૂમ બનાવનાર,શાળાનું રીપેરિંગ કરનાર કડીયા-મજુરને સાલ ઓઢાડી સન્માનિત કરાયા

મોરબી : મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં માનવતા મહેકવતા,માનવતા દર્શાવતા,વિદ્યાર્થીનીઓમાં મૂલ્યોનું નિરૂપણ થાય એવા મૂલ્યલક્ષી કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે,એમ અત્રેની શાળામાં છેલ્લા આઠેક માસથી ચાર નવા વર્ગખડો બનાવવા, જુના દશ રૂમોનું રીનોવેશન, 180 મીટર જેટલી કમ્પાઉન્ડ વોલ, સ્વચ્છતા સંકુલ,વરસાદી પાણી જમીનમાં વધુને વધુ ઉતરે, જમીન પાણીથી રિચાર્જ થાય, રોજ બરોજના વપરાશ માટે પાણીની સ્ટોરેજ માટેનો ભુગર્ભ ટાંકો, મેદાનમાં બ્લોક પાથરવા, નવું મોટું મધ્યાહ્નન ભોજનનું રસોડું બનાવવું, પગદંડી બનાવવી, હેન્ડવોસ પોઈન્ટ,પાણીની ઓરડી,વગેરે સિમેન્ટ કોન્ક્રીટનું કામ ચાલી રહ્યું છે,જેમાં રાત દિવસ,ટાઢ તડકો,જોયા વગર નિષ્ઠાપૂર્વક કામ કરતા કડીયાકામ કરતા, મજુર શ્રમયોગીઓ કે જેઓ પોતે ઝુંપડીમાં રહી, પાકા છત વાળા મકાન બનાવી દે છે,પોતે નિરક્ષર રહી,પોતાના બાળકોને પણ નિરક્ષર રાખી દેશના, રાજ્યના બાળકો ભણી શકે એ માટે પોતાના વતનથી દૂર રહી સ્થળાંતરીત જીવન જીવતા શ્રમયોગીઓ પુરી લગન અને નિષ્ઠાપૂર્વક કામ કરી બાંધકામનું કામ કરતા શ્રમિકો ખુબજ મહેનત કરે છે, સામાન્ય રીતે લોકો મજૂરો સાથે બહુ સારો વ્યવહાર કરતા નથી, વ્હાઈટ કોલર જોબ ધરાવતા લોકો મજુર લોકો માથે ઉભા રહી કામ કરાવે છે,દિવસે દિવસે હાર્દવર્ક કરવા વાળા પરિશ્રમ કરવા વાળા લોકોની સંખ્યા ઘટતી જાય છે, આજે લોકોને એસી ઓફીસમાં બેસીને જ કામ કરવું છે,દરેકને પોતાના પરંપરાગત કામો કરવા નથી એટલે તમામ ક્ષેત્રે મજૂરોની હાર્દવર્ક કરવા વાળા લોકોની તીવ્ર અછત છે,લોકો શ્રમનો મહિમા સમજે,શ્રમયોગીઓને માન, સન્માન આપતા થાય એવા હેતુ સર પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલા તેમજ વાઈસ પ્રિન્સિપાલ અરવિંદભાઈ કૈલા, અશ્વિનભાઈ કૈલા અને શાળા પરિવાર દ્વારા રાજુ ભૂરીયા અને હિતેષ ભુરીયા અને એમના અન્ય સાથીદારો કે જેઓ છેલ્લા આઠ માસથી મધ્યપ્રદેશથી આવી પોતાનું જ હોય એવી રીતે ઘરની જેમ કામ કરનારનું રોજ બરોજના ઉપયોગમાં આવે,નામાંકિત કંપનીની સાલ ઓઢાડી શ્રમયોગીઓનું સન્માન કરી શ્રમનું મહત્વ સમજાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments