લીલાપર ચોકડી પાસે આવેલ દુકાનમાં ગઈકાલે થયેલી યુવાનની હત્યાનો ભેદ ખુલ્યો
મોરબી : મોરબીમાં ગઈકાલે બપોરના સમયે લીલાપર ચોકડી નજીક દુકાન પાસે યુવાનની હત્યા કરવા મામલે સાત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.મૃતક યુવાનના માતાએ હત્યા કેસમાં સાત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે અગાઉ આરોપીની ભત્રીજીને અન્ય યુવાન સાથે પ્રેમ સંબંધ હોય જેમાં મૃતક પ્રેમી યુગલને મદદ કરતો હોવાની શંકાએ અગાઉ 2017મા મૃતક વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી.સાથે જ બે દિવસ પૂર્વે ગાળો બોલવા બાબતે થયેલા ઝઘડા બાદ સાતેય આરોપીઓએ એક સંપ કરી પોતાના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું ફરિયાદમાં જાહેર કર્યું હતું.
મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ દુકાનમાં ગઈકાલે બપોરના સમયે ગિરીશ નારણભાઈ કણઝારીયા ઉ.વ.27 નામના યુવાનની હત્યા કરી નાખવામાં આવતા બનાવ અંગે મૃતકના માતા ભાવનાબેન નારણભાઇ કણઝારીયા ઉ.45 રહે.વજેપર શેરી – 13 રામજી મંદિર વાળી શેરી, મોરબી વાળાએ આરોપી દિલીપ મહેશભાઈ કણઝારીયા, અરવિંદભાઈ ઉફે મુન્નો ડાયાભાઈ પરમાર, કિશન પ્રભુભાઈ પરમાર, પ્રભુભાઈ ડાયાભાઈ પરમાર, મહેશ ઉફે પાંચો ડાયાભાઈ પરમાર, જગાભાઈ ડાયાભાઈ પરમાર તથા અમિત મહેશ ઉફે પાચો પરમાર તમામ રહે. મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ભાવનાબેન કણઝારીયાએ નોંધાવેલ ફરિયાદમાં જાહેર કર્યું હતું કે, વર્ષ 2017માં આરોપી મહેશ ઉફે પાંચો ડાયાભાઈની ભત્રીજીને તેના પાડોશમાં રહેતા પ્રકાશ વિનુભાઈ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હોય અને તેમનો પુત્ર ગિરીશ બન્નેને મદદ કરતો હોવાની શંકા રાખી પોલીસ ફરિયાદ કરી હતી. તેમજ બે દિવસ પહેલા પણ આરોપી દિલીપ મહેશભાઈ કણઝારીયા સાથે મૃતક ગિરીશને ગાળો બોલવા બાબતે મારા મારી થયેલ હોય જેનો ખાર રાખી તમામ આરોપીઓ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી આરોપી દિલીપભાઈ મહેશભાઈ કણઝારીયાએ છરીના ઘા મારેલા અને આરોપીઓ કિશન પ્રભુભાઈ તથા પ્રભુભાઈ ડાયાભાઈ તથા મહેશભાઈ ડાયાભાઈ લાકડા ધોકા વડે બેફામ માર મારી આરોપી અમિતે લોખંડના પાઈપ વડે માર મારેલ તેમજ આરોપી જગાભાઈએ પકડી રાખેલ અને અરવિંદ ઉફે મુન્ના ડાયાભાઈએ પથ્થર વડે માર મારી હત્યા કરી હતી.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે સાતેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કાયદાની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

