જિલ્લાવાસીઓને યોગ મહોત્સવમાં સહભાગી થવા જિલ્લા કલેક્ટર દ્વારા અનુરોધ
મોરબી : મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાએ 21 જૂન – આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સવારે 6 થી 8 દરમિયાન જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર છે.
સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે યોગ અને સામાન્ય કસરત એ ખૂબ જ જરૂરી છે. આજના સમયમાં બેઠાડું જીવન અને વધારે પડતું તણાવ અનેક રોગનું કારણ બની રહ્યું છે. ત્યારે આ તમામ સમસ્યાઓના નિવારણ તરીકે લોકોને યોગનું મહત્વ સમજાવવા અને યોગને દૈનિક જીવનનો અભિન્ન અંગ બનાવવાના હેતુથી સમગ્ર દેશ દુનિયામાં આ વર્ષે ‘યોગા ફોર વન અર્થ, વન હેલ્થ’ ની થીમ સાથે 21 જૂનના રોજ 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.
ગુજરાત રાજ્યમાં પણ રાજ્ય કક્ષાએ અને તેની સાથે તમામ જિલ્લાઓમાં પણ વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે મોરબી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવવા સર્વે જિલ્લાવાસીઓને કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.