વાંકાનેર : આજરોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવની સૂચના અનુસાર તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને સંસ્કાર બ્લડ બેન્ક મોરબીના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પનું ઉદ્ઘઘાટન તાલુકા હેલ્થ ઓફિસર ડો. આરીફ શેરશીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં આસપાસના ગામના 22 જેટલા રકતદાતાઓ રકતદાન કરેલ હતું. તેમજ કેમ્પને સફળ બનાવવા પ્રા.આ.કે. દલડીના મેડિકલ ઓફિસર ડો. સાહેના અન્સારી, સુપરવાઈઝર કાળુભાઈ અંતરેસા, કસ્ટુરીબેન દેગામા, વંદનાબેન સોલંકી તેમજ એમ.પી.એચ.ડબલ્યુ ભાઇઓ, એફ.એચ.ડબલ્યુ બહેનો અને આશા વર્કર બહેનોએ જહેમત ઉઠાવી હતી.

