ટંકારા : ટંકારામાં આઈ. સી. ડી. એસ. ખાતે ટંકારા શહેરી વિસ્તારના આંગણવાડી વર્કર બહેનો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોએ ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાએ વર્કશોપ યોજવામાં આવ્યો હતો.
આ વર્કશોપમાં નશા મૂક્ત ભારત અભિયાનને વધુ અસરકારક બનાવી લોકો સુધી તેની જાગૃતતા લાવવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. તેમજ બાળ સુરક્ષા અને સમાજ સુરક્ષાની વિવિધ યોજનાઓ વિશે તેમજ કાયદાકીય માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી આઈ.એ. પરાસરા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વાય.એ. જાડેજા, સીડીપીઓ તેજલબેન દેકાવડીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. વિપુલ સેરશીયા તેમજ બાળ સુરક્ષા એકમના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

