ટંકારા : રાજકોટની કોર્ટ દ્વારા ફોજદારી કેસ નં-૩૬૪૫/૨૦૧૯ ના કામે આરોપી મહેશભાઇ મગનભાઈ વામજા રહે.લજાઇ વાળાને ધી નેગોશીયલ ઇન્સ.એકટની કલમ-૧૩૮ ના કામે સજા ફરમાવેલ હોય જેના કામે આરોપી નામદાર કોર્ટમાં હાજર થયેલ ન હોય મજકુર આરોપીનુ નામદાર રાજકોટ કોર્ટે વોરંટ ઇશ્યુ કરેલ હતું. જે વોરંટની ગંભીરતા ધ્યાને લઇને આરોપી અંગે હકિકત મેળવી આરોપી મહેશભાઇ મગનભાઈ વામજા રહે. લજાઇવાળાને પકડી નામદાર કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટ આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવા હુકમ કરતા આરોપીને રાજકોટ જેલ હવાલે કરવામાં આવ્યો છે.
આ સફળ કામગીરીમાં ટંકારા પી.આઈ કે.એમ.છાસિયા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયેલ હતો.
