હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સરા ચોકડી નજીકથી શંકાસ્પદ હાલતમાં નીકળેલી સીએનજી રીક્ષા અટકાવી ચેક કરતા રિક્ષામાંથી વિદેશી દારૂની 60 બોટલ મળી આવતા પોલીસે રીક્ષા ચાલક સહિત બે શખ્સને અટકાયતમાં લઈ 1.51 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસે બાતમીને આધારે સરા ચોકડી નજીકથી પસાર થતી જીજે – 24 – વાય – 0147 નંબરની રીક્ષા અટકાવી તલાશી લેતા રીક્ષા ચાલક આરોપી અજીત કાળુભાઇ ઓણેસા રહે.પીપળીધામ, ભરવાડ વાસ, તા.પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર તેમજ આરોપી અરમાન ઇકબાલભાઈ જુણેજા રહે.રણછોડનગર મોરબી વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 60 બોટલ કિંમત રૂપિયા 51,600 મળી આવતા પોલીસે 1 લાખની રીક્ષા સહિત 1,51,600નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.