વાંકાનેર : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક રોડ નજીક ઉભેલા ગીતાબેન વિક્રમભાઈ વાઘેલા ઉ.37 રહે.તીથવા નામના મહિલાને જીજે – 07 – યુયુ – 0032 નંબરની રીક્ષાના ચાલકે પુરપાટ ઝડપે પોતાની રીક્ષા ચલાવી ગીતાબેનને જોરદાર ઠોકર મારતા કિડની અને આંતરડા તેમજ મણકાના ભાગે ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત ગીતાબેનના પતિ વિક્રમભાઈ વાઘેલા રહે.તીથવા વાળાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.