મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર સમય ગેટ પાસે અજાણ્યા વાહન ચાલકે મધ્યપ્રદેશના વતની યુવાનને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ વાહન ચાલક નાસી ગયો હતો.
મોરબી શહેરના શનાળા રોડ ઉપર સમય ગેટ નજીક ગત તા.17ના રોજ પગપાળા જઈ રહેલા ટીટુભાઈ રમેશભાઈ ડામોર ઉ.વ.31 નામના યુવાનને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. હિટ એન્ડ રનના આ કિસ્સામાં પોલીસે તપાસ શરૂ કરતા મૃતક ટીટુભાઈ મૂળ મધ્યપ્રદેશના વતની હોવાનું અને વાંકાનેરના ઢુંવા નજીક ફેકટરીમાં કામ કરતો હોવાનું સામે આવ્યુ હતું. જે બાદ પોલીસે મૃતકના પરિવારજનોનો સંપર્ક કરતા બનાવ અંગે મૃતકના મોટાભાઈએ અકસ્માતની આ ઘટનામાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.