Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiABVP મોરબી દ્વારા શિક્ષણ ક્ષેત્રના પ્રશ્નો અંગે જીલ્લા કલેકટરને રજુઆત

ABVP મોરબી દ્વારા શિક્ષણ ક્ષેત્રના પ્રશ્નો અંગે જીલ્લા કલેકટરને રજુઆત

મોરબી : ABVP મોરબી દ્વારા GCAS પોર્ટલમાં આવનારા વર્ષથી ખાનગી વિશ્વ વિદ્યાલયોનો સમાવેશ કરવા તથા ચાલુ વર્ષે ‘મોક રાઉન્ડ’ થકી પ્રવેશ પ્રક્રિયા ત્વરિત પૂર્ણ કરવા બાબતે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું

અભાવિપ છેલ્લા ઘણાં વર્ષોથી રાજ્યની સરકારી વિશ્વવિધાલયોમાં પ્રવેશ પ્રક્રિયા કેન્દ્રીકૃત તથા પારદર્શક કરવાની માંગ કરતી આવી છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગત વર્ષથી ગુજરાતની 14 રાજ્ય વિશ્વવિધાલયોનો પ્રવેશ પ્રક્રિયા GCAS પોર્ટલ થકી કરવાનો પ્રયાસ કરવા આવી રહ્યો છે. રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા છેવાડાના વિધાર્થીઓ સરળતાથી, સુલભ અને રાહત દરે શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સ્વાભાવિક રૂપે રાજ્ય સરકારની રહે છે, પરંતુ ખુબ દુઃખ સાથે જણાવવું પડે કે, માત્રને માત્ર GCAS પોર્ટલની નિષ્ફળતાના કારણે રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગ પરનો વિધાર્થીઓનો ભરોસો તૂટયો છે.

GCAS પોર્ટલ દ્વારા ચાલતી અત્યંત ધીમી પ્રવેશ પ્રક્રિયાના કારણે સરકારી મહાવિદ્યાલયો અને વિશ્વવિધાલયોમાં દર વર્ષની સાપેક્ષે પ્રવેશ થયા નથી. પરિણામે, ઇન્ટેક કરતા ખૂબ ઓછી સંખ્યામાં વિધાર્થીઓને જે તે સરકારી સંસ્થાનોમાં પ્રવેશ મળ્યા છે. જયારે બીજી તરફ નિજી મહાવિદ્યાલયો અને વિ શ્વવિધાલયો મન કાવે તે પ્રમાણે, કોઈ પણ પ્રકારના ધારા ધોરણ વગર પોતાના ઇન્ટેક કરતા વધુ પ્રવેશ આપી અને વિધાર્થીઓની ભરતી કરી રવા છે. ગુજરાતના ભવિષ્ય માટે, પ્રવર્તમાન પરિસ્થિતિ ઘણી ગંભીર અને ચિંતાજનક છે.

ઉપરોકત વિષયોને ધ્યાનમાં રાખત, અભાવિપ નીચે મુજબની માંગો કરે છે,

નિજી વિશ્વવિધાલયોની પ્રવેશ પ્રક્રિયાને પણ પારદશો બનાવવા તથા રાજ્ય વિશ્વ વિધાલયો અને નિજી વિશ્વવિધાલયોને સમાન તકો મળે તે સુનિશ્ચિત કરવા, આવનાર શૈક્ષણિક વર્ષથી રાજ્યની તમામ નિજી વિશ્વવિધાલયોને GCAS પોર્ટલ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા હેતુ આવરી લેવામાં આવે.

ચાલુ શૈક્ષણિક વર્ષની પ્રક્રિયામાં મોક રાઉન્ડ ઉમેરી વિદ્યાર્થીઓને કોલેજોની અંતિમ પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં આવે, પ્રવેશ પ્રક્રિયા સરળ બનાવી. વધુ વિલંબ અટકાવી, ત્વરિત સમાપ્ત કરવામાં આવે.

૩. ઘણી વિશ્વવિધાલયોના અનુસ્નાતક અભ્યાસક્રમોના પરિણામો હજુ બાકી હોવાથી, વિદ્યાર્થીઓને સ્નાતકોત્તર અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવો મુરકેલ પડે છે, જેથી ત્વરિત પણે આવી વિશ્વવિધાલયોમાં પરિણામ જાહેર કરવામાં આવે..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments