ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના હરબટિયાળી ગામ નજીક હાઇવે ઉપર બંધ પડેલા ટ્રક પાછળ બાઈક ઘુસી જતા હરબટિયાળી ગામના આધેડ ખેડૂતનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હાઇવે ઉપર બેદરકારી પૂર્વક ટ્રક ઉભો રાખનાર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હરબટિયાળી ગામે રહેતા ભાવેશભાઈ જસમતભાઈ મુછારા નામના યુવાને જીજે – 03 – બીઝેડ – 1980 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત તા.18ના રોજ રાત્રીના સમયે ફરિયાદી ભાવેશભાઈના પિતા વાડીએ કપાસનું વાવેતર કર્યું હોય આંટો મારી પરત ઘેર આવતા હતા ત્યારે રાત્રીના સમયે હરબટિયાળી ગામના પટેલ સમાજ પાસે હાઇવે ઉપર કોઈપણ સાઈડ સિગ્નલ ચાલુ રાખ્યા વગર ટ્રક ચાલકે ટ્રક ઉભો રાખ્યો હોય જેની પાછળ અથડાતા તેમના પિતા જસમતભાઈનું બાઈક અથડાતા ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા ટ્રક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.