ટંકારા : ટંકારા પંથકમાં હમણાં પડેલા ભારે વરસાદને પગલે સતત વીજ ધાંધિયા સર્જાયા હતા અને ગમે ત્યારે વીજળી ગુલ થઈ જાય છે. સતત વીજળી ગુલ થવાથી લોકો અકળાઈ ગયા છે. આ ગંભીર બાબત ધ્યાને આવતા ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા લોકોના આ પ્રશ્નનું નિરાકરણ લવવાના હકારાત્મક પ્રયાસો કર્યા હતા. જેમાં તેઓએ ટંકારા તાલુકા વિસ્તારની સતત વીજ સમસ્યા બાબતે આજે PGVCLના અધિકારીઓ સાથે બેઠક કરી અને કાયમી નિરાકરણ માટે જરુરી સુચના આપી હતી.

