વાંકાનેર :વાંકાનેર શહેર તેમજ તાલુકામાં PGVCL.નાં પ્રશ્નોનાં કાયમી નિરાકરણ આવે તે માટે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા મોરબી અધિક્ષક કાર્યપાલક ઈજનેર ડી.આર.ધાળીયા,વાંકાનેર કાર્યપાલક ઈજનેર પી.એસ.ધુલિયા, ડેપ્યુટી એન્જીનીયર,એન.ડી. પટેલ , ડેપ્યુટી એન્જીનીયર, આઈ.એમ.મોઢ , રૂરલ – 1- એચ.એચ. પટેલ, રૂરલ -2 – કે.એચ.મોર, ઢુવા સબ ડિવિઝન કે.જે.કૈલા તેમજ વાંકાનેર શહેર એ.પી.પનારા સાથે મિટિંગ યોજી ચર્ચા કરવામાં આવી હતી અને ગણતરીના દિવસોમાં નિરાકરણ માટેની ખાત્રી આપવામાં આવી હતી.

