મયુર નેચર ક્લબ, અને વન વિભાગ અને મોરબી અપડેટ દ્વારા આયોજિત રોપા વિતરણ કાર્યક્રમનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો
મોરબી : મયુર નેચર ક્લબ-મોરબી,મોરબી અપડેટ અને વન વિભાગ- મોરબી દ્વારા આજે ફ્રી રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર અઢી કલાકમાં જ 1600 રોપાનું વિતરણ થયું હતું.
મોરબીના શનાળા રોડ પર રામ ચોકમાં કભીબી બેકરી પાસે વિવિધ ઘટાદાર વૃક્ષોના નિઃશુલ્ક રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સવારે 9 વાગ્યાથી શરૂ થવાનો હતો. જો કે સવારે 7:30 વાગ્યાથી લોકોની લાઈન લાગતા રોપા વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જે 10 વાગ્યા સુધી ચાલ્યું હતું. આ અઢી કલાકમાં 1600 રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સીતાફળ, જાંબુડા, આમળા, કરંજ, સવન, સરગવો, લીમડો, વડ, પેલ્ટાફોમ, ગોરસ આંબલી, ખાટી આંબલી સહિતના વૃક્ષના રોપા નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મયુકઆર નેચર ક્લબના ચેરમેન એમ.જે.મારૂતિ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

