મોરબી : મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાનને બાળપણથી આચકીની બીમારી હોય જેનાથી કંટાળી જઈ પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગરમાં રહેતા લક્ષ્મણભાઇ દેવજીભાઈ પરમાર ઉ.40 નામના યુવાને પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.પોલીસની પ્રાથમિક તપાસના મૃતક લક્ષ્મણભાઇને નાનપણથી આચકીની બીમારી હોય તેનાથી કંટાળી આપઘાત કરી લીધાનું સામે આવ્યું હતું.બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.