મોરબી : મોરબીના સામાંકાંઠે આવેલ કુબેર ચોકડીથી ત્રાજપર ચોકડી જવાના રસ્તે બે રીક્ષાઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એટલો ગંભીર હતો કે, રીક્ષામાં બેઠેલા એક યુવાનનો હાથ કપાઈને અલગ થઈ ગયો હતો. એટલું જ નહીં તેના પુત્રને પણ ગંભીર ઇજા થઇ હતી.
મોરબીની કુબેર ચોકડીથી ત્રાજપર ચોકડી જવાના રસ્તે શ્રીનાથ કોમ્પ્લેક્ષ પાસે આજે સવારે પસાર થઈ રહેલી બે રીક્ષા વચ્ચે અચાનક જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, રીક્ષામાં મુસાફર તરીકે બેઠેલા પિન્ટુભાઈ જયભાઈ ગુપ્તા ઉ.વ.40નો હાથ કપાઈને અલગ થઈ જવાથી તેઓ મોટી આફતમાં મુકાય ગયા છે. એટલું જ નહીં આ ગમખ્વાર અકસ્માત તેમના પુત્ર આયુષ પિન્ટુભાઈ ગુપ્તાને ગંભીર ઇજાઓ પહોંચતા તેને પ્રથમ મોરબી સિવિલમાં ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઇ આગળની તપાસ હાથ ધરી છે.
