ગ્રામ પંચાયતોના મતદાન મથકોની મુલાકાત લેતા મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠી સ્થિતિનો તાગ મેળવ્યો
(મયુર રાવલ હળવદ) મતદાન પ્રક્રિયા એ લોકશાહીનો આધારસ્તંભ છે. લોકશાહીના આ અવસરને મજબૂત બનાવવા માટે તમામ લોકો મતરૂપી પોતાનું યોગદાન આપે એ અત્યંત જરૂરી છે.મતદારોને કોઈ અગવડતા ન પડે તે માટે વહીવટી તંત્રએ સુચારૂ વ્યવસ્થા ગોઠવી છે. જેથી મતદારો સરળતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.જેમ મતદાન પ્રક્રિયા લોકશાહીનો આધારસ્તંભ છે, એ રીતે હળવદ તાલુકાના જુના ઈસનપુર ગામે દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુધી દોરી દિવ્યાંગ મતદારો માટે પોલીસતંત્ર એક મજબૂત આધારસ્તંભ બન્યું હતું.
હળવદ પી.આઈ આર.ટી.વ્યાસ ની આગેવાની હેઠળ પી.એસ.આઈ. કે.એચ. કે એચ અંબારીયા અને તેમની ટીમ દ્વારા દિવ્યાંગ મતદારોને કોઈપણ પ્રકારની અગવડતાં ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી ના નેતૃત્વમાં તમામ ચુંટણી બુથોપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો,સાથે જ કોઈ મતદારોને અગવડતા ન પડે તેનું પણ ધ્યાન રાખવાનું જણાવ્યું હતું.


