મોરબી : તાજેતરમાં રાજકોટ ખાતે ઓપન ગુજરાત કેસરી પાવરલિફ્ટિંગ 2025 સ્પર્ધાનું તા ૨૨/૦૬/૨૦૨૫ રોજ આયોજન કરવામાં આવ્યું હતું .જેમા મુળ ટીંકર(રણ) – મોરબી ના હાર્દ ક્રિપાલભાઇ બાપોદરીયા એ જે મોરબી ની નાલંદા વિધાલયમાં ધોરણ 4માં અભ્યાસ કરેછે જેને ગુજરાત કેસરી પાવરલિફ્ટિંગ 2025 સ્પર્ધામા બીજો નંબર મેળવીને સિલ્વર મેડલ જીત્યો છે અને સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
માત્ર 8 વર્ષની ઉંમરના હાર્દ બાપોદરીયાએ રાજ્યકક્ષાની ગુજરાત કેસરી પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. મહત્વનું છે કે, 8 વર્ષના હાર્દ બાપોદરિયાના શરીરનું વજન 39 કિલો છે.જ્યારે તેણે આ સ્પર્ધામાં 65 કિલો ડેડલિફ્ટ કરીને સિલ્વર મેડલ જીતી લીધો છે. આ સિદ્ધિ બદલ હાર્દ એ સમગ્ર ગુજરાત અને મોરબીનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કરેલ છે.

