મોરબી : મોરબીમાં હવે ચોમાસું વિધિવત બેસી ગયું હોય એમ થોડા દિવસો પહેલા ભારે વરસાદ પડ્યા બાદ સતત ઝાપટું વરસો રહ્યુ છે. જેમાં આજે સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું છે. આથી ઠેરઠેર પાણી વહી નીકળ્યા છે. જો કે આજે સવારે વરસાદી ઝાપટું પડ્યા બાદ મેઘવીરામ છે. પણ હજુ આકાશમાં વરસાદી વાતાવરણ જોવા મળતા દિવસ દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે.

