મોરબી :આજે આમ આદમી પાર્ટીના શિક્ષિત અને યુવા ઉમેદવાર ગોપાલ ઇટાલિયા વિજેતા થયા છે ત્યારે આમ આદમી પાર્ટીની વિચારધારાને સમર્થન આપીને મોરબીના શિક્ષિત યુવાનો જે હાલમાં મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા છે એવા રોનિતભાઈ લાવા અને યશભાઈ સોજીત્રા મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા અને જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ સરડવાના હસ્તે જોડાયા છે જે ક્ષણની કેટલીક તસવીરો. આ પ્રસંગે જિલ્લા યુવા ઉપ્રમુખ પરિમલ કૈલાએ મોરબીના બાહોશ યુવાનોને કામની રાજનીતિ સાથે જોડાવા આહવાન કર્યું છે.
