વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા અને અગાઉ ઇંગ્લીશ દારૂના ગુન્હાઓમાં પકડાયેલ શાહીદ ઉર્ફે ચકો ઉમરભાઈ ચાનીયા ઉ.વ.૩૪ રહે. કાલીકા પ્લોટ, શીવ સોસાયટી, વજેપર મેઇન રોડ, મોરબીવાળા વિરૂદ્ધ જિલ્લા કલેકટરે પાસા વોરંટ ઇસ્યુ કરતા વાંકાનેર તાલુકા પોલીસની ટીમે તેને રહેણાક મકાનેથી પકડી લાજપોર જેલ સુરત ખાતે ધકેલી દીધો છે.
