વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ગામે રહેતા યુવાને પ્રેમિકા સાથે મૈત્રીકરાર કરી લેતા યુવતીના પિતા અને ભાઈ સહિતના ચાર શખ્સોએ લાકડાના ધોકા વડે ફટકારી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ગામે રહેતા લખમણભાઈ ભીખાભાઇ બાહુકીયા ઉ.36 નામના યુવાને આરોપી પોપટભાઈ કાનજીભાઈ દંતેસરિયા, મનીષ પોપટભાઈ દંતેસરિયા, વિક્રમ પરસોત્તમભાઈ દંતેસરિયા અને આરોપી મુકેશ પરસોત્તમભાઈ દંતેસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદીને આરોપી પોપટભાઈની પુત્રી સાથે પ્રેમ સંબંધ હોય યુવતી સાથે મૈત્રી કરાર કર્યા હોય જે બાબત આરોપીઓને સારી નહિ લાગતા એક સંપ કરી આરોપીઓએ લાકડાના ધોકા વડે માર મારી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.