મોરબી : તારીખ 22 જૂનને રવિવારના રોજ મોરબી જિલ્લા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા સત્કાર સમારંભ યોજાયો હતો. આ આયોજન જગદીશભાઈ જી. બાંભણીયા, અજયભાઈ લાભુભાઈ વાઘાણી, રાજેશભાઈ રમેશભાઈ છેલાણીયા, અવચરભાઈ રમેશભાઈ દેગામા, સુરેશભાઈ પોપટભાઈ સીરોયા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ઉત્કર્ષ સમારોહમાં મુખ્ય મેહમાન તરીકે ગુજરાત ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ ધર્મેશભાઈ ઝીંઝુવાડીયા, દીનેશભાઈ મકવાણા, મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, તારકભાઈ (ઠાકોર ઓબીસી પંચ ગુજરાત) સહિત મહેમાન પધાર્યા હતા. તેમજ સમાજમાં શિક્ષણ ક્ષેત્રે દીકરા દીકરીઓ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં શિક્ષણ ભવન બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. બહોળી સંખ્યા વિદ્યાર્થી તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યકર યુવાનોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. તેમજ શિલ્ડ તેમજ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.







