મોરબી : સ્વચ્છ ભારત મિશન અર્બન તથા દીનદયાળ અત્યોદય આજીવિકા મિશન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા મોરબી મહાનગરપાલિકા દ્વારા “માય થેલી” ઇવેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદેશ્ય પ્લાસ્ટિક થેલીઓના ઉપયોગમાં ઘટાડો કરવાનો અને પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃતિ લાવવાનો છે.
આ કાર્યક્રમ અંતર્ગત મહાનગરપાલિકા વિસ્તારના કેસરબાગ, દીપ્તિ હેલ્થ સેન્ટર વીસીપરા, મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ રેલ્વે સ્ટેશન રોડ, ક્લસ્ટર ઓફિસ શનાળા જગ્યાઓએ સખી મંડળની બહેનો દ્વારા કાપડ અથવા જુના કપડામાંથી વિનામૂલ્યે થેલીઓ બનાવી આપવાની કામગીરી શરુ કરવામાં આવી છે. “માય થેલી” ઇવેન્ટ દર ગુરુવાર તથા શુક્રવારે યોજાશે અને 31 ઓક્ટોબર 2025 સુધી ચાલુ રહેશે. આ અંગે મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નીલ ખરે – IAS તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર કુલદીપસિંહ વાળા – GAS દ્વારા તમામ શહેરી જનોને આ કાર્યક્રમમાં જોડાઈને પ્લાસ્ટિક મુક્ત મોરબી અભિયાનને સફળ બનાવવા માટે અપીલ કરવામાં આવી છે.