Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમાંડવીનાં રમણીય બીચ ઉપર ‘સાંસદ યોગ દિવસ’ ની ઉજવણી’

માંડવીનાં રમણીય બીચ ઉપર ‘સાંસદ યોગ દિવસ’ ની ઉજવણી’

મોરબી : આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ૨૦૧૫ થી દર વર્ષે ૨૧ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૧૪ માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસ ની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ ૨૦૧૫ થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની એક અમૂલ્ય ભેટ છે. તે મન અને શરીર, વિચાર અને ક્રિયા, સંયમ અને પરિપૂર્ણતા, મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેસુ મેળ, સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સંપૂર્ણ અભિગમની એકતાને મૂર્તિમંત કરે છે. તે ફક્ત કસરત વિશે નથી, પરંતુ તમારી જાત સાથે, વિશ્વ અને પ્રકૃતિ સાથે એકતા ની ભાવના શોધવાની છે. આપણી જીવનશૈલીમાં પરિવર્તન લાવીને અને ચેતનાનું સર્જન કરીને તે સુખાકારીમાં મદદરૂપ થઈ શકે છે.

દેશના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહ્વાન પર કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આજે 11માં “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” નિમિત્તે દરીયાઇ શહેર માંડવીના રમણીય દરીયા કાંઠે “સાંસદ યોગ ઉત્સવ” નું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત સૌ નગરજનો અને વિદ્યાર્થીઓ સાથે જોડાઈ યોગાભ્યાસ કર્યો. આ પ્રસંગે જિલ્લા ભા.જ.પા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, માંડવીના ધારાસભ્યશ્રી અનિરુધ્ધભાઈ દવે, માંડવી નગરપાલિકાના પ્રમુખ શ્રી હરેશભાઈ વિંઝોડા,ઉપપ્રમુખ જોશનાબેન સેંઘાણી,કારોબારી ચેરમેન શ્રી વિશાલભાઈ ઠક્કર, માંડવી શહેર ભા.જ.પા પ્રમુખ શ્રી દર્શનભાઈ ગોસ્વામી, માંડવી તાલુકા ભા.જ.પા પ્રમુખ શ્રી સામંતભાઈ ગઢવી, મુન્દ્રા તાલુકા ભા.જ.પા પ્રમુખ શ્રી શક્તિસિંહ જાડેજા,માંડવી શહેર ભા.જ.પ મહામંત્રી શ્રી કમલેશભાઈ ગઢવી, શ્રી કિશનસિંહ જાડેજાસહીત પાર્ટી આગેવાનો, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના સદસ્યો, યોગ કોચ શ્રી હીનાબેન રાજગોર, શ્રી કૃપાબેન ઠક્કર, શ્રી કિરણ દિવાણીતથા બહોળી સંખ્યામાં સૌ નગરજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments