મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતો માટે યોજાયેલી ચૂંટણીની આજે મતગણતરી શરૂ થઈ છે. મોરબી જિલ્લામાં કુલ 40 ગ્રામ પંચાયતો જેમાં 27 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી છે. જેમાં 53 સરપંચ પદના ઉમેદવાર અને 261 સભ્યોના ભાવિ ખુલશે. આ ઉપરાંત પેટા ચૂંટણીમાં 20 સરપંચ અને 12 સભ્યોના પણ ભાવિનો ફેંસલો આજે થશે.
ઘુંટુ સ્થિત પોલિટેક્નિક કોલેજ ખાતે મોરબી ગ્રામ્ય તાલુકાની મતગણતરી ચાલી રહી છે. જેમાં પ્રથમ રાઉન્ડમાં 9 ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી થઈ રહી છે. આ પ્રથમ રાઉન્ડમાં મોરબી તાલુકાના આમરણ, ધરમપુર, જીવાપર (આ.), આંદરણા, ધુળકોટ, લક્ષ્મીનગર, ઉટબેટ (શા.), અણીયારી, રાજપર (કું.) ગ્રામ પંચાયતની મતગણતરી ચાલી રહી છે.

