મોરબી: 25 જુન એટલે લોકતંત્રની હત્યાનો દિવસ 25 જૂન 1975ની મધ્યરાત્રિએ, તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ‘આંતરિક અશાંતિ’ના બહાને ભારતમાં કટોકટી લાદીને દેશના બંધારણની હત્યા કરી હતી. ત્યારે આજના એ કાળા દિવસને યાદ કરી કટોકટી દિવસ રૂપે મોરબી જિલ્લા મધ્યે આવેલ નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે મનાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ અને મોરબીના વતની દિપીકાબેન સરડવા તેમજ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી તથા જેઓના પિતાએ ૧૧ મહિના નો કટોકટી દરમિયાન જેલવાસ ભોગવ્યો હતો એવાં જે. પી. જેસવાની ભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે નવયુગ શૈક્ષણિક સંકુલ અને સંસ્થા સાથે જોડાયેલા તમામ પ્રમુખ કાર્યકર્તાનો આ સુંદર આયોજન બદલ ખુબ ખૂબ અભિનંદન પાઠવું છું.






