મોરબી: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા ૨૫ જૂન સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કટોકટીને 50 વર્ષ પૂર્ણ થયા પર મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થી પરિષદના પૂર્વ કાર્યકર્તા જે.પી.ભાઈ જેસવાણી તેમજ નિકુંજભાઈ કોટક વિશેષ ઉપસ્થિત રહી કટોકટી દરમિયાનના અનુભવોનું કથન કર્યું હતું. આપણા ભારત દેશમાં 1974 – 75 દરમિયાન લાગુ પાડવામાં આવેલ કટોકટી ના કારણે દેશની લોકશાહીને ભારે નુકસાન ભોગવવું પડે તેવી પરિસ્થિતિ હતી. તે દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા લોકશાહીની રક્ષા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા એ દરમિયાન ઘણા કાર્યકર્તાઓ જેલવાસમાં પણ ગયા હતાં.



