મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા 25 જૂને “સંવિધાન હત્યા દિવસ” કટોકટી (ઇમરજન્સી)ને 50 વર્ષ પૂર્ણ થતા એલ.ઈ. પોલિટેકનિક કૉલેજ તેમજ પી.જી. પટેલ કોલેજ ખાતે ડોક્યુમેન્ટરી પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશમાં 1974 – 75 દરમિયાન લાગુ પાડવામાં આવેલ કટોકટીના કારણે દેશની લોકશાહીને ભારે નુકસાન ભોગવવું પડે તેવી પરિસ્થિતિ હતી. તે દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા લોકશાહીની રક્ષા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા એ દરમિયાન ઘણા કાર્યકર્તાઓ જેલવાસમાં પણ ગયા હતાં.

