મોરબી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા ભારતી ગુજરાત દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. જે અનુસંધાને સેવા ભારતી મોરબી જિલ્લા સંલગ્ન ડો હેડગેવાર સ્મારક સમિતિ મોરબી સંચાલિત સ્વાવલંબન આયામ સંકલિત મહિલા સીવણ કેન્દ્ર ચલાવવામાં આવે છે. જે વિદ્યાનગર સોસાયટી ભડીયાદ રોડ પર આવેલ છે. સીવણ કેન્દ્રમાં તાલીમ લઈ રહેલ ચોવીસ બહેનોને તાલીમ પુરી થતાં પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યાં હતા.
આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે મોરબીના સંઘચાલક સુરેશભાઈ સોરીયા દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ પ્રકલ્પો અને મહિલા સ્વાવલંબન તથા સ્ત્રી સશક્તિકરણનું મહત્વ અંગે માર્ગદર્શન આપવામા આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોરબી નગરના સંઘચાલકજી સુરેશભાઈ સોરીયા, મોરબી જિલ્લા સેવાપ્રમુખ લાલજીભાઈ કુનપરા, નગરસેવા પ્રમુખ હરિભાઈ સરડવા, લલિતભાઈ પાન્ડેજી તથા પ્રહલાદભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યાં હતા.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશાબેન પાટડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

