મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી તીનપતિનો જુગાર રમતી સાત મહિલા સહિત આઠ શખ્સને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા ઉપરોક્ત સ્થળે દરોડો પાડતા આરોપી અલ્ફાજભાઇ અલ્તાફભાઇ કુરેશી, રમીલાબેન રમેશભાઇ પંચાસરીયા, સમાબેન સફીભાઇ જીંદાણીસ, ભાવનાબા ભરતસિંહ જાડેજા, રંજનબા ભરતસિંહ જાડેજા, મીનાબેન કાનજીભાઇ ખટાણ, પુજાબેન લાભુભાઇ ઠાકુર અને કલ્પનાબેન અંબારામભાઇ ગોપાણી તીનપતિનો જુગાર રમતા રંગે હાથ પકડાઈ જતા પોલીસે રોકડા રૂપિયા 16,100 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.