મોરબી : આગામી તારીખ 5 જુલાઈ ને શનિવારના રોજ રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે નિમિત્તે શ્રેયસ યુરોકેર એન્ડ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે પ્રોસ્ટેટના દર્દીઓ માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સવારે 11 વાગ્યાથી શરૂ થશે.
કેમ્પમાં દર્દીઓને ડોક્ટર દ્વારા ફ્રી કન્સલ્ટેશન અને ફ્રી યુરોફ્લોમેટ્રી (પેશાબની ધારની તપાસ) કરી આપવામાં આવશે. આ ઉપરાંત સોનોગ્રાફી તથા લેબોરેટરીની સુવિધા રાહત દરે મળશે. દર્દીઓને ઓપરેશન ફિક્સ પેકેજમાં કરી આપવામાં આવશે. આ કેમ્પમાં યુરોલોજિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા નિદાન અને સારવાર કરાશે. તો આ કેમ્પનો લાભ લેવા માટે મોરબીના શનાળા રોડ પર ક્રિષ્ના મલ્ટીસ્પેશ્યાલિટીની બાજુમાં આવેલા ડોક્ટર હાઉસ ખાતે બીજા માટે આવેલી શ્રેયસ યુરોકેર એન્ડ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલની મુલાકાત લેવા જણાવાયું છે. કેમ્પમાં લાભ લેવા માટે અપોઈન્ટમેન્ટ નંબર 02822-450375, 7622000921 પર સંપર્ક કરવા જણાવાયું છે.
