મોરબીની જવાહર સોસાયટીમાં રહેતા મકવાણા પરિવાર દ્વારા સ્વ.મધુવન ભગવનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે ભડીયાદ ગામે સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન સ્વર્ગસ્થના પત્નીના હસ્તે બાળકોને સ્કૂલ બેગ, પાણીની બોટલ સહિતની કીટ આપવામાં આવી હતી.



