મોરબી મહાનગરપાલિકાની વોટર શાખાને મોરબીમાં વિકાસના 4 કામો માટે 56.28 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેમાં પાનેલી તળાવ ખાતે 25 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું કામ કરવામાં આવશે. આ ઉપરાંત વિસીપરા વિસ્તારમાં પીવાના પાણીના વિતરણ માટે વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનું કામ, રણછોડનગર વિસ્તારમાં પીવાના પાણીના વિતરણ માટે વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનું કામ અને લીલાપર રોડ, ગૌશાળા હેડવર્ક્સ ખાતે આવેલ 43 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના રીનોવેશનનું કામ કરવામાં આવશે. આગામી સમયમાં આ કામના ટેન્ડરની પ્રક્રિયા કરી કામ ચોલુ કરવામાં આવશે તેમ મોરબી મહાનગરપાલિકાના નાયબ કમિશનરે જણાવ્યું છે.