મયુર રાવલ હળવદ: હળવદ શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે પરમ કૃપાળુ પૂ.દાસારામ બાપા તથા પૂ. ભગીરથ દાદાની દિવ્ય કૃપાથી હળવદ મુકામેશ્રી સગર યુવક મંડળ (ઝાલાવાડ) તરફથી શ્રી સગર કુળ સંત શિરોમણી પૂજયશ્રી દાસારામ બાપાની ૨૭૬ મી પૂણ્યતિથી નિમિતે સામુહિક અષાઢી બીજ સ્નેહ મિલન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં હળવદ તથા ધ્રાંગધ્રા તાલુકાના સગર સમાજના લોકો સહપરિવાર સાથે પૂ. દાસારામ બાપા તથા પૂ. ભગીરથ દાદા ના આર્શિવાદ તેમજ મહાપ્રસાદ લેવા મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, સાથે સાથે સગર સમાજના શ્રેષ્ઠ વિદ્યાર્થી સન્માન સમારોહ પણ રાખવામાં આવ્યો હતો વિધાર્થીઓ ઓને શિલ્ડ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. દાતાશ્રી નગાભાઈ મેરાભાઈ પિપરોતર હતા. અષાઢી બીજના તમામ ખર્ચના દાતા બન્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સગર યુવક મંડળ ઝલાવાડના યુવાનો એ ભારે જેહમત ઉઠાવી હતી.




